આયુષ હોસ્પિટલ ના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા ના નામે વધુ એક મોટી સફળતા : પડકારભર્યા મરણાવસ્થા મા આવેલા દર્દીને સચોટ સારવાર ના પગલે નવુ જીવન આપ્યું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ ૬૩ વર્ષના દર્દી આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમા આવ્યા. જેમની ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાયુ કે દર્દીનું હૃદય બંધ પડી ગયું છે તેમજ દર્દી નું ઓકિસજન લેવલ માત્ર ૫૦% છે અને દર્દી નું બીપી અતિશય માપી ન શકાય એટલુ ઓછુ છે. આમ દર્દીની મરણાવસ્થા ને ધ્યાન માં લેતા ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક વેન્ટીલેટર પર મુકવાની સાથે – સાથે, આયુષ હોસ્પિટલ ની ટીમ દ્વારા હૃદયને કૃત્રિમ રીતે CPR આપીને પંપીંગ આપવામાં આવ્યું તેમજ જરૂર દવાઓ આપવામાં આવી અને દર્દીનું સાવ બંધ પડી ગયેલુ હૃદય ફરીથી ધબકાવવામા આવ્યુ, ત્યાર બાદ દર્દીને ડો. સત્યજીતસિંહ જાડેજા ની સારવાર માં આઈ સી.યુ મા દાખલ કરવામાં આવ્યા અને આ મરણાવસ્થામાં આવેલા દર્દીની સચોટ નીદાન અને સારવાર ના પગલે માત્ર ૬ દિવસમાં દર્દીને હસતા મોઢે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

આમ ક્રિટિકલ ક્ષેત્રમાં આ પ્રકારના મરણાવસ્થામાં આવેલા કેસ ખુબ જ જટિલ અને પડકારભર્યા હોય છે અને આવા જ કેસમાં આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા સતત સફળતા અપાવી અનેક દર્દીને નવજીવન આપવામાં આવ્યા છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW