માળિયાના ચમનપર ગામે પૂર્વ રાજમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પરિવાર સાથે કર્યું મતદાન

Advertisement
Advertisement
Advertisement

મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજરોજ પોતાના વતન માળિયા તાલુકાના ચમનપર ગામે મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. તેમણે ધર્મપત્ની શ્રીમતી સુશીલાબેન મેરજા તેમજ પિતા અમરશીભાઈ મેરજા સાથે મતદાન કર્યું હતું.

પૂર્વ રાજમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પરિવાર સાથે મતદાન કરીને મતદારોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ચમનપર ગામે મતદાન દરમિયાન ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. પરિવાર સાથે મતદાન કરીને બ્રિજેશભાઈ મેરજાએ લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW