મોરબી તાલુકાની રોટરીગ્રામ (અમરનગર )પ્રાથમિક શાળાના શિક્ષક અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ વાલજીભાઈ સરડવાનો ભવ્ય વિદાય સન્માન કાર્યક્રમ આયોજિત થયો.
મોરબી તાલુકાની રોટરીગ્રામ અમરનગર પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મણિલાલ વાલજીભાઈ સરડવાનો અનેક મહેમાનોની ઉપસ્થિતિમાં વિદાય સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો શૈક્ષણિક ફલક પર જેમનું અદકેરું નામ છે એવા મણિલાલ વી સરડવાનો વિદાય સન્માન કાર્યક્રમ અદભુત અને અલૌકિક રહ્યો. અને શુભેચ્છકો અને સ્નેહીજનોએ તેમને વિદાયમાન સન્માન અર્પિત કરી અને તેઓને અને તેમના વ્યક્તિત્વને બિરદાવ્યા. ખાસ તેમના વિદાયમાં સન્માન કાર્યક્રમમાં શૈક્ષીક મહાસંઘ મોરબી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.જિલ્લાના તમામ તાલુકાના ટી.પી.ઈ.ઓશ્રી,કે.ની.,બી.આર.સી. અને સી.આર.સી.શ્રીઓ ઉપસ્થિત રહ્યાં. આ ઉપરાંત મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડોક્ટર મનુભાઈ કૈલા, મંત્રીશ્રી જયંતીભાઈ વિડજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ઉમિયા માનવસેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા પણ ઉપસ્થિત રહ્યા. મહિલા અને બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા.ગામના સરપંચશ્રી,એસ.એમ.સી.ના અધ્યક્ષશ્રી પણ હાજર રહ્યાં. 1986 માં પી.ટી.સી કરી ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં મણીભાઈ સરડવા એ પ્રાથમિક શિક્ષક તરીકેની પોતાની સફર શરૂ કરી. ત્યારબાદ રાજકોટ જિલ્લાના માળિયા તાલુકાના વાધરવા ગામ, શ્રી પેટ્રોલ પંપ પ્રાથમિક શાળા , ખાનપર કન્યાશાળા અને દાદાશ્રીનગર (અ.) પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી. દાદાશ્રીનગર (અ.)પ્રા. શાળાને બાજુની રોટરીગ્રામ (અ.)પ્રાથમિક શાળામાં મર્જ કરતા તેઓ આજ દિન સુધી રોટીગ્રામ (અ .)પ્રાથમિક શાળામાં તેઓની ફરજ બજાવી રહ્યા હતા. તારીખ 31/ 5 /2026 ના રોજ તેઓ વય નિવૃત્ત થઈ રહ્યા છે પરંતુ તા.2/5/26 તેમનો જન્મદિવસ હોય તેમના જન્મદિવસ નિમિત્તે જ તેમનો આ ભવ્ય વિદાય સન્માન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. અનેક મહાનુભાવો એ તેઓને વિદાયમાન સન્માન અર્પિત કરી અને તેઓનું શેષ જીવન દીર્ઘ અને તંદુરસ્ત બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેમના પરિવારજનો દ્વારા ખાસ તેમના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી. પ્રાથમિક શિક્ષકની સાથે સાથે મણીભાઈ વી સરડવા કે જેઓએ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ સુધી તેમની અદ્કેરી સેવાઓ આપેલ હતી. સાથે સાથે પાટીદાર સમાજની તમામ સંસ્થાઓમાં તેઓએ સેવા અર્પિત કરેલી છે. કોરોના કાળ દરમિયાન પણ તેમની સેવા નોંધપાત્ર બની રહી. તેઓએ અત્યાર સુધીમાં 52 વખત રક્તદાન કરી પ્રેરણા સ્ત્રોત બન્યા છે. સફાઈ અભિયાન, એકતા દોડ, સાયકલ સ્પર્ધા વ્યસનમુક્તિ જેવા કાર્યક્રમોમાં તેઓ હર હંમેશ આગળ પડતા રહ્યા છે .આમ તેઓ પ્રાથમિક શિક્ષક તો ખરા જ પરંતુ સાથે સાથે એક સામાજિક સેવક પણ તેઓ બની રહ્યા છે. હાલ તેઓ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસરના કારોબારી સેવક તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે. આમ એક અદના અડીખમ શિક્ષક એવા મણિલાલ વી.સરડવાને અનેક શુભેચ્છકોએ પોતાની શુભેચ્છાઓ પાઠવી અને તેમના વિદાયમાં કાર્યક્રમને દિવ્ય બનાવ્યો હતો. તેમના આ વિદાય સમારંભ દરમિયાન મણીલાલ વી.સરડવાએ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે બાળકો તરફથી, સમાજ તરફથી અને મારા સાથી શિક્ષક ભાઈઓ બહેનો તરફથી મને અપાર પ્રેમ અને હુંફ પ્રાપ્ત થયા છે. તેઓની શક્તિ અને ઊર્જા થકી જ હું આજે અહીંયા સુધી પહોંચી શક્યો છું. આવનારા સમયમાં સામાજિક સેવામાં હું મારો સમય અર્પિત કરીશ. સાથે સાથે શૈક્ષણિક ફલક પર જે કોઈને પણ મારી જરૂર પડશે ત્યારે હું તન મન અને ધનથી તેમને સહકાર આપતો રહીશ .મણીભાઈ સરડવાએ તેમના વિદાય કાર્યક્રમ દરમિયાન રોટીરીગ્રામ( અ )પ્રાથમિક શાળાને એક સુંદર મજાનું પ્રિન્ટર અને તમામ બાળકોને યુનિફોર્મ અર્પિત કર્યા .સાથે સાથે તમામ ગ્રુપ શાળાની શાળાઓને પણ રૂપિયા દસ દસ હજારની રોકડ સહાય પણ અર્પિત કરી તેમના વિદાય પ્રસંગે મણિલાલ સરડવા તરફથી સમગ્ર રોટરીગ્રામ ગ્રામજનો તેમજ ઉપસ્થિત સૌ માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ઘુનડા (સ.)પ્રા.શા.ના શિક્ષક શ્રી શૈલેષ એ. ઝાલરીયાએ કર્યું. સાઉન્ડ અને સંગીતના સુરોમાં હર્ષદભાઈ મારવાણીયા અને અશ્વિનભાઈ એરણીયાએ સુંદર મજાનો સહયોગ આપ્યો. મણીલાલ વી. સરડવા તેઓના શેષજીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ સાથે તેમનો આ વિદાય સન્માન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.સમગ્ર સમારોહને સફળ બનાવવા માટે શાળા પરિવાર સ્ટાફ અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી.




