મહેન્દ્રનગરમાં રૂ. ૩.૮૧ કરોડના સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ તથા સુવ્યવસ્થિત નગર વિકાસને પ્રાથમિકતા આપતાં સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્કના અંદાજિત રૂ. ૩.૮૧ કરોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ વિકાસકાર્ય પૂર્ણ થતાં વિસ્તારના નાગરિકોને વધુ સુવિધા, સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓનો લાભ મળશે તેમજ વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે વોર્ડ નં. ૦૩ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલા, ભૂપેન્દ્રભાઈ જારીયા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન બોપલીયા, પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ચબાડ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW