શ્રી પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા રાત્રે 8 વાગ્યાથી રાસોત્સવ યોજાશે, ભક્તિ અને શક્તિના સમન્વય સાથે માતાજીની આરાધના કરાશે
મોરબી: શ્રી પરશુરામ યુવા ગ્રુપ – મોરબી દ્વારા શરદપૂર્ણિમાના પાવન અવસરે આજે, તા. 25 ઓક્ટોબર, રવિવારના રોજ ભવ્ય શરદપૂર્ણિમા મહા રાસોત્સવ – 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રાત્રે 8 વાગ્યાથી મોરબી-2 ખાતે ઉમા ટાઉનશીપના મેઈન ગેટ સામે, ભારતી વિદ્યાલય પાસે આવેલા નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
શરદપૂર્ણિમાની પવિત્ર રાત્રિને ઉજવવા અને ભારતીય સંસ્કૃતિની પરંપરાને વધુ ગાઢ બનાવવા માટે આયોજિત આ રાસોત્સવમાં ભક્તિ અને શક્તિનો સમન્વય જોવા મળશે. કાર્યક્રમમાં મા જગદંબાની આરાધના, ઢોલ-શરણાઈના તાલે રાસ-ગરબાની રમઝટ, ચાંદની રાતમાં શીતળ ચંદ્રનાં દર્શન તેમજ અમૃત સમાન દૂધ-પૌવા અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમગ્ર સમાજના ભાઈઓ-બહેનો અને ભક્તજનોને પરિવાર સહિત આ ભવ્ય રાસોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા અનુસાર, સૌની ઉપસ્થિતિ કાર્યક્રમના ઉત્સાહમાં વધારો કરશે.
કાર્યક્રમના આમંત્રકોમાં ગ્રુપના મહામંત્રી ધર્મભાઈ રાવલ, પ્રમુખ કૌશલભાઈ મહેતા અને મહામંત્રી પિયુષભાઈ જોષીનો સમાવેશ થાય છે.
સ્થળ: નવરાત્રી ગ્રાઉન્ડ, ઉમા ટાઉનશીપ મેઈન ગેટ સામે, ભારતીય વિદ્યાલય પાસે, મોરબી-2.
સમય: રાત્રે 8 વાગ્યાથી.



