૮૬ વર્ષની વયે ડૉ. ડી. એસ. ઝાલાને માનદ ડોક્ટરેટથી નવાજાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

સોલ્ટ ટેકનોલોજી ક્ષેત્રે ૬૦ વર્ષથી વધુની સેવાઓની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ, દેવ સોલ્ટ ગ્રુપ સહિત સમગ્ર મીઠા ઉદ્યોગમાં ખુશીની લાગણી

મીઠું અને બ્રોમિન ઉદ્યોગમાં છ દાયકાથી વધુનો બહોળો અનુભવ ધરાવતા દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક ડૉ. દેવેન્દ્રસિંહ ઝાલા (ડી. એસ. ઝાલા)ને ૮૬ વર્ષની વયે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે ૬ જૂનના રોજ યોજાયેલા સમારોહમાં અમેરિકન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (AIU) દ્વારા તેમને ‘ફિલોસોફી ઓફ સોલ્ટ પ્રોસેસિંગ એન્ડ પ્રોડક્શન’ વિષયમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.

ડૉ. ડી. એસ. ઝાલાએ ભારતના મીઠા અને સોડા એશ ઉદ્યોગના અગ્રણી સ્વ. શ્રી કપિલરામ વકીલના પુત્ર શ્રી એસ. કે. વકીલના માર્ગદર્શન હેઠળ મીઠા ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે સતત ૬૦ વર્ષથી વધુ સમય સુધી મીઠા અને બ્રોમિન ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની લાંબી અનુભવયાત્રા, સંશોધન અને ઉદ્યોગક્ષેત્રે કરેલી કામગીરી અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે.

ડૉ. ઝાલા જામનગર સ્થિત નર્મદેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ (NMCT)ના આજીવન પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA) અને કચ્છ સૌરાષ્ટ્ર સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (KSSMA)ના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. ભારત સરકાર દ્વારા તેમને સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ (સોલ્ટ)ના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉદ્યોગ, સંશોધન અને પર્યાવરણ સંબંધિત વિવિધ સંસ્થાઓમાં પણ તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

તેમની સંશોધન ક્ષેત્રેની સિદ્ધિઓ પણ નોંધપાત્ર રહી છે. ડૉ. ઝાલાએ દેશ-વિદેશમાં યોજાયેલી ૧૦થી વધુ આંતરરાષ્ટ્રીય સોલ્ટ કોન્ફરન્સમાં પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા છે. મે ૨૦૦૦માં નેધરલેન્ડ્સના ધ હેગ ખાતે યોજાયેલા ૮મા વર્લ્ડ સોલ્ટ સિમ્પોઝિયમમાં ‘ડીપ ચાર્જિંગ ઓફ સોલ્ટ પાન્સ’ અને ‘પર્યાવરણને અનુકૂળ સોલ્ટ વર્ક્સ’ જેવા વિષયો પર રજૂ કરાયેલા તેમના સંશોધનને વિશેષ સન્માન મળ્યું હતું. આ ઉપરાંત ગ્રીસના એથેન્સ, ચીનના બેઇજિંગ અને તિયાનજિન, મેક્સિકો, જર્મનીના ડસેલડોર્ફ સહિત જયપુર, અમદાવાદ અને તમિલનાડુના તુતીકોરિન ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં પણ તેમણે ભાગ લીધો હતો.

ઔદ્યોગિક ક્ષેત્રની સાથે સામાજિક જવાબદારી પ્રત્યે પણ ડૉ. ઝાલા હંમેશાં પ્રતિબદ્ધ રહ્યા છે. તેમણે ‘દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન’ નામની બિનનફાકારક સંસ્થાની સ્થાપના કરી છે અને તેના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. આ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને મફત દવાઓ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, સ્વચ્છતા અભિયાન, માળખાકીય સુવિધાઓના વિકાસ તેમજ વિવિધ તહેવારો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજસેવાના કાર્યો કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ૮૬ વર્ષની વયે સોલ્ટ ટેકનોલોજીના ક્ષેત્રમાં માનદ ડોક્ટરેટનું સન્માન પ્રાપ્ત કરીને ડૉ. ડી. એસ. ઝાલાએ પોતાની સિદ્ધિઓમાં વધુ એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે. તેમની આ સિદ્ધિ માત્ર દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ અને દેવ ગ્રુપ પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય મીઠા ઉદ્યોગ માટે પણ ગૌરવ અને પ્રેરણાનો વિષય બની છે.

ઉંમર માત્ર એક આંકડો છે અને જ્ઞાન, અનુભવ તથા કાર્ય પ્રત્યેની નિષ્ઠા જ સાચી સફળતાનો માર્ગ છે, તે ડૉ. ડી. એસ. ઝાલાની આ સિદ્ધિએ સાબિત કરી બતાવ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW