બિસ્માર હાલતમાં રહેલા નવલખી રોડનું તાત્કાલિક રિપેરિંગ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ ના ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકો ની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને ઘણી વાર લોકોને ગંભીર ઈજાઓથી માંડીને જીવ પણ ગુમાવવો પડતો હોય છે. આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવા માટે માંગણી કરી છે અને જો સમયસર આનું નિરાકરણ ન આવે તો બધા ગ્રામજનોને સાથે રાખી ને ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવો પડે તો પણ અપનાવશે એવી માંગણી આપ પાર્ટી મોરબી દ્વારા કરી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW