મોરબી જિલ્લામાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ‘શ્રી કમલમ્’ ખાતે વિજેતાઓનું ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

જનવિશ્વાસને વિકાસમાં રૂપાંતરિત કરવાનો સંકલ્પ; આગેવાનોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપ્યા માર્ગદર્શન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને મળેલી પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં નવનિર્વાચિત પ્રતિનિધિઓનું ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું હતું અને વિજયોત્સવનો માહોલ સર્જાયો હતો.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મોરબી જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના, ગુજરાત પ્રદેશ ભાજપના સહ-કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી અને મુખ્યાલય પ્રભારી નિર્મલભાઇ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી જીતને કાર્યકરોની મહેનત અને જનઆશીર્વાદનું પરિણામ ગણાવી હતી.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેશરીસિંહ ઝાલા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, જનતાએ ભાજપ પર મૂકેલો વિશ્વાસ વિકાસના નવા અધ્યાય લખશે. કાર્યકરોની અથાગ મહેનતને બિરદાવતાં તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને જનસેવાને પ્રાથમિકતા આપવા આહવાન કર્યું હતું.

પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘી તથા પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનોએ પણ વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી.

સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંબોધનમાં જણાવ્યું હતું કે, જનતાએ આપેલા વિજયને સાર્થક બનાવવા છેવાડાના માનવી સુધી વિકાસકાર્યો પહોંચાડવા તેમજ પ્રજાની વચ્ચે રહી લોકઉપયોગી કાર્યો કરવા માટે તમામને આહવાન કરવામાં આવ્યું હતું.
સમારોહમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. વિજયના ઉત્સાહ સાથે ‘ભારત માતા કી જય’ના નારાથી ‘શ્રી કમલમ્’ ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ ભાજપના પ્રચંડ જનસમર્થનનો પ્રતીક બની રહ્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW