રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબીમાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા મંત્રીની કડક સૂચના; મોરબીને ટૂરિઝમ હબ બનાવવા અને ‘નમો વન’ ના વિકાસ અંગે કરાઈ ચર્ચા

મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકપ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ સાથે પુરવઠા સલાહકાર સમિતિ અને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક પણ યોજાઈ હતી.

આ બેઠકમાં મોરબી-રાજકોટ માર્ગની બિસ્માર હાલત અંગે રજૂઆત બાબતે મંત્રીએ પ્રજાહિતમાં કડક સૂચનાઓ આપીને કામગીરી તાત્કાલિક હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત સરકારી જમીન તથા સરકારી કર્મચારીઓને ક્વાર્ટરની ઓનલાઈન ફાળવણી, મોરબીને ‘ટૂરિઝમ હબ’ તરીકે વિકસાવવા અને ‘નમો વન’ ના નિર્માણ સહિતના પ્રજાલક્ષી મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW