જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ઢવાણા ગામની મુલાકાત લઈ વિવિધ સરકારી સંસ્થાઓ અને ગામની સુવિધાઓનું નિરીક્ષણ કરાયું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ઢવાણા ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગામમાં ઉપલબ્ધ સરકારી સેવાઓ, પાયાની સુવિધાઓ તથા સ્થાનિક પ્રશ્નો અંગે સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા તથા દર્દીઓને મળતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન બાળકોને મળતી પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમજ ગામની શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક વ્યવસ્થા, વિદ્યાર્થીઓની હાજરી અને શાળામાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

આ ઉપરાંત જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનની મુલાકાત લઈ રેશનકાર્ડ ધારકોને મળતા અનાજના વિતરણ અંગે માહિતી મેળવી હતી. ગામના તળાવની મુલાકાત લઈ તેની પરિસ્થિતિ અને જાળવણી અંગે જાણકારી મેળવી હતી. ગામમાં સરકારી ખરાબાની જમીન, ગામતળ તથા અન્ય જાહેર જગ્યાઓનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત ગામની વિવિધ સ્થાનિક બાબતો અંગે જાણકારી મેળવી હતી.

આ મુલાકાતનો હેતુ ગ્રામ્ય સ્તરે સરકારી સેવાઓની ગુણવત્તા, સુવિધાઓની ઉપલબ્ધતા અને સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા કરી જરૂરી સુધારાત્મક પગલાં સુનિશ્ચિત કરવાનો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW