જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ભક્તિમય પદયાત્રામાં અનિલભાઈ વડાવીયા સહિત સહકારી આગેવાનો અને મિત્રમંડળે પદયાત્રામાં સહભાગી બની દર્શાવ્યું ભક્તિભાવ
જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને યુવા સહકારી આગેવાન જયેશભાઈ રાદડિયા તેમના પરિવાર સાથે જામકંડોરણાથી શ્રીનાથજી (નાથદ્વારા) સુધીની ભક્તિમય પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે આજરોજ યુવા સહકારી આગેવાન અનિલભાઈ વડાવીયા સહિત અનેક સહકારી આગેવાનો અને મિત્રમંડળને આ પવિત્ર પદયાત્રામાં જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
આ પ્રસંગે અમૃતલાલ વિડજા, નવીનભાઈ ફેફર, પી.સી.ભાઈ, વિનુભાઈ લોરિયા, બાબુભાઈ ઉઘરેજા, પ્રભુભાઈ પનારા, દલુભાઈ, પ્રીતેશભાઈ, મહેશભાઈ ચાડમિયા, હિતેશભાઈ, દિલીપભાઈ સહિતના સહકારી આગેવાનો અને મિત્રમંડળના સભ્યો પદયાત્રામાં જોડાયા હતા.
શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના સંગમ સમાન આ પદયાત્રામાં સહભાગી બની સૌએ શ્રીનાથજી પ્રભુના આશીર્વાદ મેળવ્યા હતા.







