‘પહેલા મતદાન, પછી ફેરા’: બગથળા ગામે વરરાજાએ નિભાવ્યો નાગરિક ધર્મ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના બગથળા ગામે લોકશાહીના પર્વ નિમિત્તે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. લગ્નના શુભ પ્રસંગ પહેલા વરરાજા કેતનભાઈ થરેશા અને ભૌતિકભાઈ થરેશાએ બગથળા ગામની પ્રાથમિક શાળામાં પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

“પહેલા મતદાન, પછી ફેરા”ના સંદેશ સાથે બંને યુવા મતદાતાઓએ સાંસારિક જીવનના મંગલ પ્રારંભ પહેલાં લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

લગ્ન જેવી મહત્વની વિધિ પહેલા મતદાન કરી વરરાજાઓએ નાગરિક ધર્મને પ્રાથમિકતા આપી હતી, જેની ગામભરમાં પ્રશંસા થઈ રહી છે. બગથળા ગામે આ પ્રસંગે મતદાન અંગે જાગૃતિ અને ઉત્સાહનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW