રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી વાંકાનેર તાલુકા અને આસપાસના ગામોમાં કુલ 30 બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પૈકી જડેશ્વર મહાદેવ મંદિર ખાતેના બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવેલ આ તકે મંદિરના મહંત રતિલાલજી મહારાજ, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ રાજ્ય સભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સાહેબ દ્વારા આ બસ સ્ટેશનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આખું વર્ષ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. નજીકમાં નાના જડેશ્વર મંદિર પણ આવેલું હોવાથી અહીંથી બસ પકડવા માટે પ્રવાસીઓને ખુલ્લામાં ઊભા રહેવું પડતું હતું. લોકોની સુખાકારી માટે સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ આ બસ સ્ટેશનો માટે ગ્રાન્ટ ફાળવેલ હતી.આ લોકાર્પણ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દેગામા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


