જડેશ્વર મેળામાં વિખુટા પડેલા બાળકને પરિવાર સાથે મિલાવતી વાંકાનેર તાલુકા પોલીસ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા લોકમેળામાં ઓપરેશન મિલાપ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસે માતા-પિતાથી વિખુટા પડેલા ૨ વર્ષના બાળકને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું.

મેળા દરમિયાન પોલીસ બંદોબસ્તમાં આરોહી ડો./ઓ. અજીતભાઈ સીતાપરા મળી આવતા પોલીસે પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં બાળકના પિતા અજીતભાઈ રણજીતભાઈ સીતાપરા, રહે. જેતપરડા, તા. વાંકાનેરની ખરાઈ કરી બાળકને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યું હતું.

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અન્ય વિખુટા પડેલા બાળકો તથા વયોવૃદ્ધ વ્યક્તિઓને પણ તેમના પરિવારજનો સાથે મિલન કરાવવામાં સફળતા મળી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW